પાઇનેપલ બે પ્રકારનાં હોય છે. એક રાજા પાઇનેપલ, જે થોડાં ખાટાં હોય છે અને જ્યૂસી હોય છે. જેમાંથી જ્યૂસ વધારે અને સરસ નીકળે છે. બીજું પાઇનેપલ રાણી પાઇનેપલ તરીકે ઓળખાય છે. જે કાપીને ખાવા માટે બહુ સરસ રહે છે. આ પાઇનેપલનો કલર અંદરથી થોડો ઘાટો હોય છે. સૌથી મુશ્કેલ હોય છે પાઇનેપલને કાપવું. આજે અમે તમને જણાવી રહ્યા છીએ પાઇનેપલને કેવી રીતે કાપવું અને સ્ટોર કરવું.

આવો મજા માણીએ રેસીપીની

સામગ્રી:-


એક પાઇનેપલ
ચાર-પાંચ ટેબલસ્પૂન ખાંડ
બે ચપટી લીંબુનાં ફૂલ


રીત:-


પાઇનેપલ કાપવા માટે સાદી છરી સૌથી બેસ્ટ રહે છે. સૌપ્રથમ પાઇનેપલની બેક સાઇડ કાપી દો. ત્યારબાદ ઉપરનાં પાન કપી લો. પાન કાઢતી વખતે અંદરનો ભાગ રાખવો જે કાપતી વખતે હેન્ડલ તરીકે કામ લાગશે. ત્યારબાદ આ હેન્ડલથી પકડીને ધીરે-ધીરે છોલતા જાઓ. પાઇનેપલની આઇસની લાઇન આખી ત્રાંસી હોય છે. ત્યારબાદ ત્રાંસી લાઇન કાપી-કાપીને આઇસ દૂર કરો. અ રીતે પાઇનેપલને ક્લીન કરી ગોળ-ગોળ સ્લાઇસ કાપી લો. ત્યારબાદ વચ્ચેનો ગોળ કડક કાપ કાઢી લો.


એક પ્રેશર કૂકરમાં બે થી અઢી કપ પાણી ગરમ કરવા મૂકો. અંદર પાઇનેપલની સ્લાઇસ મૂકો. ત્યારબાદ બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો. સીટી વાગી ગયા બાદ ઠંડુ કરી લો. ત્યારબાદ કૂકર ખોલી અંદર ચાર-પાંચ ટેબલ સ્પૂન ખાંડ અને બે ચપટી લીંબુનાં ફૂલ નાખો અને થોડી વાર ઉકાળો કે એક સીટી મારી લો. તમારી ઇચ્છા હોય તો થોડું પાઇનેપલ એસેન્સ એડ કરી શકાય છે. 5 મિનિટ ઉકાળ્યા બાદ એકદમ ઠંડુ કરી લો.


પાઇનેપલની સ્લાઇસ એકદમ સોફ્ટ થઈ ગઈ હશે. હવે આ સ્લાઇસને એક બાઉલમાં કાઢી લો. પાઇનેપલને ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરવું, ફ્રિજરમાં જ સ્ટોર કરવું. બધુ પાઇનેપલ કોઇ એક ડબ્બામાં ન ભરવું. નાની-નાની ઝીપ-લૉક બેગમાં બે-ત્રણ સ્લાઇસ ભરવી થોડા સિરપ સાથે અને ફ્રિજરમાં સ્ટ્રોર કરવું. જ્યારે જરૂર પડે ત્યારે એક બેગ કાઢવી અને વાપરવી. જેથી બધા પાઇનેપલનું ટેમ્પરેચર બદલાશે નહીં અને જલદી બગડશે નહીં.