પાટણ જ્ઞાન મંદિર હાઇસ્કૂલના બાળકો બસમાં અંબાજી જઈ રહ્યા હતા અમીરગઢના ડાભેલી ગામ નજીક ગાયને બચાવવા જતાં થયો અકસ્માત.
અમીરગઢના ડાભેલીનજીકથી સ્કૂલના બાળકો ભરી પસાર થતી ખાનગી બસના ચાલકે ગાયને બચાવવા જતાં બસ રોડની સાઈડે ઉતરી જઈ ઝાડ સાથે ટકરાઇ હતી. જેમાં સ્કૂલના પટાવાળાનું મોત થયું હતું. જ્યારે 40 બાળકોનો બચાવ થયો હતો.
પાટણ જ્ઞાન મંદિર હાઇસ્કૂલના બાળકોને ભરીને અંબાજી પ્રવાસે જતી ટ્રાવેલ્સ બસ નંબર જીજે-14-વી-5055 બુધવારે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક રોડ વચ્ચે ગાય આવતા બચાવવા જતા બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ટકરાઇ હતી.
ડાભેલી ગામ નજીક સ્કૂલ પ્રવાસ બસને અકસ્માત નડ્યાની જાણ તંત્રને થતા પોલીસ અને અમીરગઢ 108 સ્થળ પર દોડી બચાવ કામગીરી હાથ ધરી હતી.તેમજ ઝાડ અને બસ વચ્ચે ફસાયેલા સ્કૂલના પટાવાળાને બહાર નીકળવા જહેમત ઉઠાવી. જો કે, સ્કૂલના પટાવાળા દિપકકુમાર ભોગીલાલ પ્રજાપતિ (ઉં.વ.40)નું મોત થયું હતું.જ્યારે બાળકો સહિત સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.”