- માર્ક ઝુકરબર્ગ દ્રારા સ્થાપિત કંપની ફેસબુકે કેચ-અપ નામની બીજી કોલિંગ એપ્લિકેશન શરૂ કરી છે.
- આ એપ્લિકેશન દ્વારા, 8 યૂઝર્સ એક સમયે એક સાથે વિડિયો કોલ કરી વાત કરી શકે છે.
- ફેસબુકની નવી પ્રોડક્ટ એક્સપરિમેન્ટ ટીમ દ્વારા કેચઅપ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
- એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એ છે કે તે વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે કે અન્ય વપરાશકર્તાઓ વિડિયો કોલ માટે ઉપલબ્ધ હશે કે નહીં.
- આ એપમાં લોગ-ઇન કરવા માટે ફેસબુક એકાઉન્ટની કોઈ જરૂરત પડતી નથી.
- તે સિવાય આ એપ યૂઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરે છે.
- પની હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે.
- કેચઅપ એપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પર અવેલેબલ છે.
- Catch-Up એપ દ્વારાવિડિયો કોલ કરવા માટે યૂઝર્સે એપ્લિકેશન ખોલીને કોલના ઓપ્શન પર જઈ અને કોલ લિસ્ટમાં થી અન્ય યૂઝર્સને પસંદ કરીને તમે ક્રીએટ કોલ પર ક્લિક કરીને વિડિયો કોલ કરી શકો છો.
- Catch-Up દ્વારા એકસાથે 8 યૂઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે.
- ફેસબુકે એપ્રિલ મહિનામાં લોન્ચ કરેલા ફેસબુક મેસેન્જર ફીચર પરથી 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે.
- હાલ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
- મેસેન્જર રૂમ વીડિયો કોલિંગમાં કોઈ પણ યુઝર ઇનવાઈટ લિંકની મદદથી વીડિયો કોલમાં જોડાઈ શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News