liquor party raid by Valsad police bjp leaders caught drunk

ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવવાના દાવાઓ કરી રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છાશવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. તો સાથે સાથે દારૂની મહેફીલ પણ મોટા પાયે ઝડપાય છે. સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ છે. જોકે આ વખતે મોંઘા વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા છે.

વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસે રેડ કરી હતી. રેડમાં પીઆઈ સહિત મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર 8 ના અગાશી પર ચાલતી દારૂની મેહફીલ માણતા 15 શોખીનો ઝડપાઈ ગયા હતા. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી.

માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20 થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂ મળ્યો પણ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરા ઉપર પહોંચ્યા હતા. જોકે પોલીસે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની મહેફિલમાં ઝડપાયેલા શખ્સો

  • દર્શન પટેલ
  • તપન પટેલ
  • દિનેશ આહીર
  • મેહુલ લાડ
  • દર્શન ઠાકોર
  • જીજ્ઞેશ ભાનુશાલી
  • મિહિર પાંચાલ
  • આશિષ કેવટ
  • રાકેશ ઠાકરે
  • કૃણાલ મોરે
  • સૌરભ દેસાઈ
  • ભાર્ગવ દેસાઈ
  • નિકુલ મિસ્ત્રી
  • પ્રિયાશુ દેસાઈ
  • પ્રેગ્નેશ પટેલ

વલસાડ સીટી પોલીસની ટીમે દારૂની હાઈફાઈ પાર્ટીમાંથી વિદેશી દારૂની બોટલનો જથ્થો, 20 મોબાઈલ, 4 કાર, 3 મોપેડ અને રોકડા રૂપિયા મળી અંદાજે 25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સીટી પોલીસે અંદાજે 20 લિટરથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024