- રિલાયન્સ જિઓએ ઇ-કોમર્સ પોર્ટલ જિઓમાર્ટ Jio Mart સર્વિસને લૉન્ચ કરી દીધુ છે.
- આ સર્વિસ કેટલાય શહેરમાં અવેલેબલ થઇ છે, અને વેબસાઇટ દ્વારા કંપનીને ઓર્ડર મળવાની શરૂ પણ થઇ ચૂક્યા છે.
- મહત્વની વાત એ છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ,
- જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત એ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- કંપની અનુસાર તે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી સામાન લઇને ડિલીવરી કરી રહ્યાં છે. કંપનીનો દાવો છે કે તેમની પાસે જરૂરી સામાનનો સ્ટૉક પણ છે.
- જિઓમાર્ટની સર્વિસીઝની સુવિધા હાલ પિનકૉડના માધ્યમથી આપવામાં આવી રહી છે.
- વેબસાઇટ ખોલતા એક વિન્ડો બૉક્સ સામે આવશે, જેમાં તમારા એરિયાનો પિનકૉડ નાંખવો પડશે.
- જો કંપની તમારા એરિયામાં ડિલીવરી કરી રહી હશે તો તમને તરત જ જાણકારી મળશે.
- જિઓમાર્ટના ઓર્ડરની સેવા માટે વૉટ્સએપ નંબર 88500 08000 તમારા મોબાઈલ માં સેવ કરવો પડે છે.
- આ નંબર પર એસએમએસ લખીને મોકલવા પર જિઓમાર્ટ તરફથી તમને એસએમએસ દ્રારા એક લિક મળશે.
- શે આ લિંક માત્ર 30 મિનીટ સુધી જ એક્ટિવ રહેશે.
- આ લિંક પર ક્લિક કરતાં તમારે તમારુ લૉકેશન અને જે વસ્તુ તમે ખરીદી કરવા માંગતા હશો તેને સિલેક્ટ કરવી પડશે.
- જિઓમાર્ટ દ્વારા ફોર્મ આપવામાં આવશે જેમાં તમામ ડિટેલ્સ ભરીને પ્રૉસિડ પર ક્લિક કરવાથી બધી વસ્તુનુ લિસ્ટ મળશે, જે તમને ઉપલબ્ધ હશે એવી હશે.
- આ રીતે તમે બાદમાં પસંદ કરીને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીને ઓર્ડર આપી શકો છો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News