• પ્રશાંત 21.80 લાખની ઠગાઇનો ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. ભૂગર્ભમાં રહેલો પ્રશાંત સોશિયલ મીડિયામાં સક્રિય છે અને વીડિયો કોલ કરતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતાં આઇપી એડ્રેસ દ્વારા તેના લોકેશનની ભાળ મેળવાઇ રહી છે. પ્રશાંત લાલ રંગની સ્કોડા કારમાં ભાગ્યો હોવાની માહિતી મળતાં પોલીસે સ્કોડા કારના માલિક બિલ્ડરની પૂછપરછ કરી હતી. પ્રશાંત વિદેશ ન ભાગી જાય તે માટે તેની વિરૂદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
  • પ્રશાંત ઉપાધ્યાય સામે ઠગાઇ ઉપરાંત તેનો સેવક 3 વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હોવાની પણ ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ ઠગાઇના કેસમાં પ્રશાંતે અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઇ હતી, જેથી શહેર પોલીસની વિવિધ ટીમો પ્રશાંતને પકડવામાં કામે લાગી છે.
  • જોકે પોલીસે જણાવ્યું હતું કે, પ્રશાંતની શોધખોળ કરાઇ રહી છે અને તે ક્યાં છુપાયો છે તેની કોઇ માહિતી હજુ પોલીસને મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે, કલ્પેશના પરિવારના લોકોનાં નિવેદન લેવાઇ રહ્યાં છે અને ઘટના જૂની હોવાથી તેની વિગતવાર માહિતી મેળવાઇ રહી છે, જેથી તેમાં થોડો સમય પણ લાગી શકે છે.
  • બીજી તરફ પોલીસને માહિતી મળી હતી કે, પ્રશાંત તેના બિલ્ડર અનુયાયીની લાલ રંગની સ્કોડા કારમાં બેસી ભાગ્યો હતો, જેથી પોલીસે બિલ્ડરની પણ પૂછપરછ કરી હતી. જોકે શું માહિતી મળી તે વિશે પોલીસે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.
  • પ્રશાંત ભાગી છૂટ્યા બાદ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવાનું અને વીડિયો કોલ કરતો હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસે સાઇબર એક્સપર્ટની મદદ લઇને પ્રશાંતનું લોકેશન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024