• વાપી ટાંકી ફળિયા વિસ્તારની એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવાની ઘટનામાં હજુ લોકોનો આક્રોશ શાંત થયો નથી ત્યાં છરવાડા વિસ્તારમાં 11 વર્ષની બાળકીને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને 45 વર્ષનો નરાધમ બે માસથી પોતાની હવસ સંતોષતો હોવાનો મામલા પ્રકાશમાં આવ્યો છે.
  • બાળકી સાથે દુષ્કર્મ કરનારને લોકોએ આરોપીને ઢોર માર મારીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. દુષ્કર્મના આરોપીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ડુંગરા પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
  • દાદી સાથે રહેતી બાળકી પર 45 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યુંવાપી નજીકના છરવાડા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને રાત્રીએ તેમની દાદીએ જમી લેવા માટે કહ્યું હતું. જોકે, બાળકીએ પેટમાં દુ:ખાવો થતો હોવાનું જણાવ્યું હતું. દાદીએ પોતાની પૌત્રીને સમજાવીને વિશ્વાસમાં લઇને પેટમાં કેમ દુ:ખ છે એમ પૂછતાં બાળકીએ જે જણાવ્યું હતું એ સાંભળીને તેમના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. બાળકીએ કહ્યું હતું કે, બિલ્ડિંગમાં રહેતા વિજેન્દ્ર અંકલ છેલ્લા બે માસથી ડરાવી ધમકાવીને, ચપ્પુ બતાવીને ક્યારેક બિલ્ડિંગમાં તેની રૂમમાં અથવા તો દરગાહ નજીક આવેલી ચાલીના ટોયલેટમાં લઇ જઇને દુષ્કૃત્ય કર્યું છે.
  • દાદી સાથે રહેતી 11 વર્ષની બાળકી સાથે 45 વર્ષના વિજેન્દ્રએ છેલ્લા બે માસથી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોને જાણ થતાં જ લોકોના ટોળે ટોળાં બનાવના સ્થળે પહોંચી ગયા હતા. એક બે નહીં પરંતુ પાંચ વખત બાળકી સાથે દુષ્કર્મ ગુજારનારા આરોપી વિજેન્દ્રને લોકોએ પકડીને આક્રોશ ઠાલવીને ઢોર માર માર્યો હતો.
  • આવા નરાધમ કૃત્યને સજા કરવાના ઇરાદેથી લોકોએ આરોપીને માર મારીને અધમુઓ કરી દીધો હતો. જોકે, આ બનાવ અંગે ડુંગરા પોલીસને જાણ કરાતા છીરી આઉટ પોસ્ટના જમાદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટોળાંને દૂર કરીને આરોપી વિજેન્દ્રને હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે ડુંગરા પોલીસે પીડિતાની દાદીની ફરિયાદ લઇ આરોપી સામે ધમકી, દુષ્કર્મ અને પોક્સો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024