Love chatting
ઓનલાઇન અભ્યાસક્રમ માટે ચાલતા હોમ લર્નીગની GUJARAT e-class youtube ચેનલના ચેટિંગ બોક્સમાં ત્રણ છાત્રો દ્વારા લવ ચેટિંગ (Love chatting) ની ઉપરાઉપરી ખુલ્લેઆમ કોમેન્ટો કરવામાં આવી હતી. ત્યારે ઓનલાઇન શિક્ષણ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.
ધોરણ-10 ગણિતના પ્રકરણ-5 સમાંતર શ્રેણીના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલમાં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે વિદ્યાર્થી-એક વિદ્યાર્થીની) દ્વારા ખુલ્લેઆમ લવ ચેટિંગ કરાતાં ચકચાર મચી જવા પામી છે. જે લવ ચેટિગમાં એક યૂઝર ઓનલાઇન અભ્યાસ કરતી છાત્રા યૂઝરને લવ માટે પ્રપોઝ કરે છે. તો આ ઘટનાએ જેણે વાલીઓને વિચારતા કરી મૂક્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.