Food
શિયાળામાં ઠંડીના દિવસમાં ગોળનો,ખાંડનો ઉપયોગ કરી જુદી જુદી પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. પણ હવે ટ્રાય કરો સીંગ-તલના લાડુ. તેને બનાવવા માટે વધારે સમય નહીં લાગે.
સામગ્રી
- બૂરું ખાંડ – 2 કપ
- બદામ – અડધો કપ
- ઘી – અડધો કપ
- સીંગદાણા – 1 કપ
- સફેદ તલ – 1 કપ
- એલચીનો ભૂકો – 1 ચમચી
રીત :
એક કડાઇમાં તલને સતત હલાવતાં રહી ધીમી આંચે બદામી રંગના થાય ત્યાં સુધી શેકો. સીંગના શેકેલા દાણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરો.
એવી જ રીતે બદામને પણ અધકચરી ક્રશ કરી તેને અલગ બાઉલમાં કાઢો.
તલમાંથી થોડા તલ કાઢી લઇને બાકીના તલને પણ અધકચરા ક્રશ કરો.
હવે એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં બદામના ભૂકાને બદામી રંગનો સાંતળો.
તે પછી તેમાં સીંગદાણાનો ભૂકો સાંતળો. તેને ગેસ પરથી ઉતારી લો. આમાં ક્રશ કરેલા તલ મિક્સ કરો.
બધું ઠંડું થાય એટલે તેમાં બૂરું ખાંડ અને બે ચમચી મલાઇ નાખી હાથથી સારી રીતે ભેળવો. આમાંથી નાના નાના લાડુ વાળો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News