ઉપવાસમાં બનાવો આ ફરાળી વાનગી ‘સાબુદાણ થાલીપીઠ’

Sabudana thalipith

Sabudana thalipith

  • આપણે ઉપવાસમાં ખાઇ શકાય તેવી ફરાળી વાનગી બનાવતા શીખીએ.
  • આજે આપણે ઉપવાસમાં ખવાય અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) બનાવતા શીખીશું.
  • સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) માં જોઇતી સામગ્રી :
  • 1 કપ સાબુદાણા (2કલાક પલાડેલ )
  • 2 બાફેલા બટેકા , 2 ચમચી શિંગદાણાનો ભૂકો
  • 2 ચમચી રાજગરાનો લોટ
  • 1/4 ચમચી મરી પાવડર
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી જીરૂ પાવડર (શેકેલું )
  • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી સમારેલી કોથમીર
  • સિંધવ મીઠું જરૂર મુજબ
  • તેલ કે ઘી શેકવા માટે.
Sabudana thalipith
  • સાબુદાણા અને બાફેલા બટેકાને મિક્ષ કરી લેવા.
  • ત્યાર બાદ તેમા શિંગદાણાનો ભૂકો, રાજગરાનો લોટ, મરી પાવડર, જીરૂ પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર અને જરૂર મુજબ મીઠું ઉમેરી હાથથી લોટ બાંધવો.
  • પાટલા પર પોલીથીન કે ફોઇલ પર હાથથી ગોલ શેપ બનાવવો અને મધ્યમાં એક કાણું કરવું.
  • તમારે કાંણુ કરવું હોય તો કરી શકો ન કરવું હોય તો ન કરો.
  • આ બહું પાતળી કે બહં જાડી ન બને તે ધ્યાનમાં રાખવું.
  • ત્યાર બાદ નોન સ્ટીક તવા પર તેલ અથવા ઘીની મદદથી બંને બાજુ શેક્વુ .
  • જો ધીમા તાપ પર શેકશો તો આ ક્રીસ્પી થશે.
  • આને તમે મોરા દહીં કે કોથમીરની લીલી ચટણી સાથે ખાઇ શકો છો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here