kopra Pak

  • કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો.
  • તથા પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે.
  • કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે.
  • આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.
  • સામગ્રીઃ
  • 4-5 વ્યક્તિ માટે કોપરા પાક બનાવવા માટેની સામગ્રી
  • 2 વાટકી કોપરાનું છીણ
  • અથવા તાજુ છીણેલુ નારિયેળ
  • 1 વાટકો ખાંડ
  • અને 1 મોટી ચમચી ઘી
  • 1 ચમચી એલચીનો ભૂકો
  • ફ્લેવર માટે થોડુ કેસર
  • બદામ અને પિસ્તાની કતરણ

રીત:

  • નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે.
  • સૂકા કોપરાનું છીણ બજારમાં તૈયાર પણ મળે છે.
  • જો ઘરમાં સુકુ ટોપરુ હોય તો તમે તેને ઘરે પણ છીણી શકો છો.
  • કોપરાપાક (kopra Pak) બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો.
  • કડાઈમાં ઘી કાઢી મધ્યમ આંચ પર પીગળવા દો.
  • તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો.
  • ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો.
  • ખાંડ ઉમેર્યા પછી મિશ્રણને સતત હલાવતા રહો.
  • 10 મિનિટ બાદ ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો.
  • ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે.
  • પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો.
  • આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.
  • પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો. ઉપર તમે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ, કેસર વગેરે નાંખી શકો છો.
  • ચોસલા ઠંડા પડે એટલે ધીરજ પૂર્વક એક પછી એક ચોસલા કાઢીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
  • આ રીતે તમારો કોપરા પાક (kopra Pak) તૈયાર થઇ જશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024