sex life

કામેચ્છા પ્રદિપ્ત કરવામાં અંતઃસ્રાવોની ભૂમિકા રહેલી હોવા છતાં તેનાથી કેટલો ફેર પડે છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

જોકે માનસિક, સામાજિક તથા શારીરિક અવસ્થા જેવા અન્ય પરિબળો ભેગા થઈને સેક્સ (sex life) માટેની પ્રબળ ઈચ્છા જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

20 નો દાયકો :-

પુરુષોમાં જાતીય ઉત્તેજના માટે જરૂરી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે ઉંમરના 20ના દાયકામાં સૌથી વધુ સ્તરે હોય છે અને આ જ વયે કામાવેગ કે સેક્સ માટેની ઈચ્છા પણ અત્યંત પ્રબળ સ્તરે હોય છે. આ એ જ ઉંમરનો ગાળો છે જ્યારે અનુભવહિનતાને લીધે તમે સેક્સ વિશે ચિંતાતુર રહો છો. કદાચ તેના કારણે જ ઉંમરના 20ના દાયકામાં 8 ટકા કે તેથી વધુ પુરુષો શિશ્નોત્થાનની સમસ્યાનો ભોગ બને છે. આ સ્થિતિ તબીબી અથવા માનસિક તંદુરસ્તીને કારણે અથવા તો તમને હૃદય રોગ થવાની સંભાવના હોવાને લીધે પણ સર્જાઈ શકે છે. તમારા લક્ષણો વિશે ડોક્ટરની સલાહ લો.

30 અને 40ના પ્રારંભના વર્ષો :-

35ની આસપાસની વયે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું હોવા છતાં આ વર્ષો દરમિયાન ઘણાં પુરુષોની કામેચ્છા અત્યંત મજબૂત અને પ્રબળ બની રહે છે.

સામાન્ય રીતે તેમાં વર્ષે 1 ટકાનો ઘટાડો થતો હોય છે, પરંતુ કેટલાંક પુરુષોમાં ઘટાડાનું પ્રમાણ વધારે પણ જોવા મળે છે.

તેનાથી પણ તમારા કામાવેગ (sex life) પર અસર થાય છે.

આ ઉપરાંત કામનો બોજ, પરિવારની જવાબદારીઓ તથા અન્ય પરિબળોને લીધે ઘણાં પુરુષોમાં કામાવેગ મંદ પડી જાય છે.

50 અને તેથી વધુની ઉંમર :-

જો તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી હોય તો પાછલી ઉંમરે પણ તમે સેક્સ માણી શકો છો. વધતી ઉંમરમાં શિશ્નોત્થાનની સમસ્યા સામાન્ય છે. ઉંમર વધતા જ શિશ્નોત્થાનમાં ઘટાડો થાય છે અને લિંગ પણ યોગ્ય રીતે ટટ્ટાર નથી થતું. પરંતુ આ માટે ઉંમર જવાબદાર નથી પરંતુ ઉંમરની સાથે સાથે થતી આરોગ્યની સમસ્યાઓ જવાબદાર હોય છે. જેવી કે હૃદય રોગ, ડાયબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ, મેદસ્વીતા તથા તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તેના માટે જવાબદાર હોય છે. તે ઉપરાંત તમાકુ, સિગારેટ, અને દારૂનું વ્યસન પણ નપુસંક તા અનુભવમાં મોટો ભાગ ભજવે છે. શિશ્નોત્થાનની સમસ્યાના ઉપાય માટે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો.

  • ઉત્તેજિત થવા માટે તમારે થોડાં ટેસ્ટોસ્ટેરોનની જરૂર પડે છે પરંતુ તેનું ચોક્કસ પ્રમાણ અકળ છે.
  • વ્યક્તિ એ વ્યક્તિએ તેનું પ્રમાણ અલગ હોઈ શકે છે.
  • ઉંમરની સાથે સાથે તેના પ્રમાણમાં ઘટાડો થતો હોવા છતાં તેનાથી કામાવેગ પર કેવી અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિકોમાં પણ કોઈ એકમત નથી.
  • ટેસ્ટોસ્ટેરોનનું ઓછું પ્રમાણ ધરાવતા કેટલાંક પુરુષોનો કામાવેગ સામાન્ય હોય છે જ્યારે ઉંચુ સ્તર ધરાવતા કેટલાંક પુરુષો જાતીય સમસ્યાથી પીડાતાં હોવાનું જણાયું છે.
  • અન્ય તબીબી સમસ્યાઓ, શારીરિક તંદુરસ્તી તથા માનસિક સ્વાસ્થ્ય જેવા અન્ય પરિબળો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.

તમારા સાથીની જરૂરિયાતો અને તેની ઈચ્છાઓ વિશે મુક્ત મને તેની સાથે ચર્ચા કરો. વધતી ઉંમર કે જીવનમાં બદલાયેલા પરિમાણો છતાં નવી વસ્તુઓનો પ્રયોગ કરતાં ગભરાવ નહીં. આમ કરવાથી તમારો અને તમારા સાથીનો સેક્સમાં રસ જળવાઈ રહેશે. તથા તમારી sex life ઘણી સારી રહેશે. તમારા શારીરિક અને સંવેદનાત્મક સંતોષ વિશે પ્રામાણિક રજૂઆત કરો. સમાગમ માટે અલગ સમય ફાળવવાથી પણ બંને જણ વચ્ચેની નિકટતા વધુ ગાઢ બનશે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024