• પાટણના પૂર્વ પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી હજુ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરવા મામલે ચર્ચામાં છે.
  • ત્યારે 8 પ્લોટો વેચાણના ખોટા બાનાખત કરી ભાજપના શહેર મહામંત્રી સાથે 2.69 કરોડની છેતરપિંડી મામલે ધરપકડ થવાના સંજોગો બન્યા છે.
  • આ ઘટનાને લઇ તેના વિરુદ્ધ 2016 માં નોંધાયેલ ફરિયાદ સામે મનોજ ઝવેરીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી સ્ટે લાવ્યો હતો જે પિટિશન રદ કરી સ્ટે ઉઠાવી લીધો છે.
  • પાટણમાં 2013 માં મનોજ ઝવેરી અને તેમના કાકા કિરીટ ચમનલાલ મોદી દ્વારા શહેરના ગુંગડી પાર્ટી વિસ્તારમાં હરકોરનગર ભાગ – 2 માં પ્લોટોની સ્કીમ પાડી હતી
  • જેમાં 2016 માં યુનિ.ના સિન્ડિકેટ સભ્ય અને ભાજપ શહેર મહામંત્રી શૈલેષ પટેલને આઠ પ્લોટોનું કુલ 2.69 કરોડમાં વેચાણ કરવાનું નક્કી કર્યું હતું
  • બન્ને આરોપીએ 9 માલિક હોવાનું જાણવા છતાં પ્રોપર્ટી કાર્ડની ઝેરોક્ષમાં 6 માલિક દર્શાવી ચેડાં કરી ખોટું બાનાખત કરી બાના પેટે 88 લાખ બાદ તબક્કા વાર શરત પ્રમાણે બાકી રકમ ફરિયાદીને વિશ્વાસમાં લઇ મેળવી હતી
  • પરંતુ દસ્તાવેજોની ઉઘરાણી કરતા દસ્તાવેજો ન કરી આપતા ફરિયાદીની જાણ બહાર 2013 માં પ્લોટો બીજા વ્યક્તિને વેચાણ કરી દીધા બાદ પણ બીજા 1.9 કરોડ મેળવી કુલ 2.69 કરોડની છેતરપિંડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની સામે આરોપી મનોજ ઝવેરીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી અને સ્ટે લાવ્યો હતો. જેની 4 ડિસેમ્બર 2019 ના રોજ સુનાવણી થતા કોર્ટ તેમની દલીલો જૂઠી હોઈ પ્રોપર્ટી કાર્ડમાં ચેડાં કર્યા હોવાના પુરાવા રજુ થતા ફરિયાદ માન્ય રાખી પોલીસને તપાસ કરી કાર્યવાહી કરવા હુકમ કરેલ છે. તેવું ફરિયાદી શૈલેષ પટેલે જણાવ્યું હતું

તાપસ કરતા પીએસઆઇ સી.પી.પરમારે જણાવ્યું કે આરોપીએ ફરિયાદ બાબતે કોર્ટમાં સ્ટે લાવવા બાબતે પિટિશન કરી હતી ત્યારે કોર્ટે રદ કરી ધરપકડ પરનો સ્ટે હટાવી લીધો છે કોર્ટમાંથી હુકમ આવતા તેની ધરપકડ કરી ફરિયાદ મામલે તાપસ કરવામાં આવશે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.