marriage ajab gajab ptn news

ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું ખુબ જ મહત્વ છે. લગ્ન માત્ર બે વ્યક્તિ જ નહીં પણ બે પરિવારનું પણ મિલન છે. ઘણા એવા રીતિ-રિવાજો અને રસમો ને પુરા કર્યા પછી એક લગ્ન સંપન્ન થાય છે. લગ્નના રિવાજો ઘણા એવા હોય છે જેમાં ઉપહારોની લેવળ-દેવળ પણ થાય છે જ્યાં દુલ્હા-દુલ્હન પણ એકબીજાને ઘણા એવા ઉપહારો આપે છે. પણ લગ્નના દિવસે એક દુલ્હને પોતાના પતિ પાસેથી એક એવા ઉપહારની માંગ કરી કે સાંભળીને બધા હેરાન રહી ગયા અને ખાસ વાત એ છે કે તેની આ ફર્માઇશને માન આપતા પતિએ તેની આ માંગ પુરી કરી નાખી હતી.

પુરી ઘટના કાશી ના ચોલાપુર ની છે જ્યાં હજરતપૂરના રહેવાસી અભિષેકના લગ્ન મિર્જાપુર માં રહેનારી યુવતી નીધી સાથે થયા હતા. લગ્નમાં ઘણા એવા રસમો પછી યુવતીની મુ દિખાઈ ની રસમ કરવામાં આવે છે જેમાં દુલ્હને પોતાના પરિવારના લોકો પાસેથી એવી માંગ કરી દીધી કે તેને સાંભળીને બધા હેરાન જ રહી ગયા હતા. તેની માંગ સાંભળીને તેના પતિ એ તરત જ હા કહી દીધી અને તેની આ ઈચ્છા ને પુરી પણ કરી.

દુલ્હને ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમણે એવી અજીબ માંગ કરીને સનસની મચાવી દીધી હતી. દુલ્હને એવી માંગ કરી કે તે ઘરમાં ત્યારે જ પ્રવેશ કરશે જયારે તેના ઘરની બહાર એક વૃક્ષનો છોડ રોપવામાં આવે. આ દુલ્હને આ માંગ કરીને એક નવી અને અનોખી મિસાલ કાયમ કરી છે.

આ વાત સાંભળીને પરિવારના લોકો પહેલા તો હેરાન જ રહી ગયા હતા કે આખરે તે શું બોલી રહી છે. પણ પછી તેઓને એ વાતની સમજ આવી કે જો આ કામ કરશું તો આસપાસના લોકો પણ પ્રેરિત થઈને પોતાની ધરતી ને હરિ-ભરી બનાવાની પહેલ કરશે. પછી તો શું? દુલ્હનની આ માંગને પુરી કરવામાં આવી અને દુલ્હનને ખુબ જ સમ્માન પૂર્વક પોતાના ઘરમાં અંદર લઇ જવામાં આવી. નવવિવાહિતા દ્વારા લેવામાં આવેલા આ અનોખા માંગની જાણ જયારે ગામના લોકોને થઇ તો તેઓએ પણ તેના ખુબ જ વખાણ કર્યા અને પોતાની દીકરીઓને પણ તેની પાસેથી સીખ લેવાની સલાહ આપી. જો કે આ નવવિવાહીતાએ જે પણ કર્યું છે તેમાં માત્ર તેના એકલાની જ ભલાઈ ન હતી પણ પુરા સમાજને તેણે એક નવો રસ્તો દેખાડ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024