પતિની મૃત્યુ ના 3 વર્ષ પછી પત્ની એ આપ્યો બાળકને જન્મ, જાણો સમગ્ર ઘટના. PTN News

પોસ્ટ કેવી લાગી?

એક મહિલાએ પોતાના પતિની મૃત્યુના ત્રણ વર્ષ પછી એક બાળકને જન્મ આપ્યો છે, તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તે કઈ રીતે બન્યું હશે? પતિના મૃત્યુ પછી ત્રણ વર્ષ પછી તેની પત્ની સુપ્રિયા એ મુંબઈ ના જસલોક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર પુરી ઘટના મહારાષ્ટ્ર ના મુંબઈ ઈલાકાની છે. માર્કેટિંગ કંસલ્ટન્ટ ગૌરવ અને સુપ્રિયા જૈન ના લગ્ન ને પાંચ વર્ષ પુરા થઇ ચુક્યા હતા. પણ તેને સંતાન નું સુખ હજી સુધી મળ્યું ન હતું. બંને વિચારતા હતા કે તેના ઘરના આંગણામાં પણ હસતું રમતું બાળક હોય પણ તેઓની કોશિસો નાકામિયાબ રહી હતી. જેના પછી બંને એ નિર્ણય કર્યો કે તેઓ આઈવીએફ ટેક્નિકની મદદ લેશે. આ જ ચાલતા 2015 માં એક અકસ્માતમાં ગૌરવની મૃત્યુ થઇ ગઈ.

પતિની મૃત્યુ ને લીધે સુપ્રિયા તણાવમાં રહેવા લાગી હતી. પોતાના દુઃખને ઓછું કરવા માટે સુપ્રિયા એ બ્લોગ લખવાનું શરૂ કર્યું. આ બ્લોગ માં પણ સુપ્રિયા એ પોતાના પતિ ની જૂની યાદો વર્ણવી હતી. જેમાં તેણે ગૌરવના છેલ્લા દિવસને પણ વર્ણવી હતી. સુપ્રિયા એ જણાવ્યું કે જે દિવસે તેની મૃત્યુ થઇ હતી ત્યારે તે તેના પરિવારના ઘરે ગયો હતો.તેઓની સાથે થોડો સમય વિતાવ્યા પછી તે પોતાના ભત્રીજા અને પોતાના કુતરા સાથે રમ્યો. અને જતા જતા તેણે કહ્યું કે તે જલ્દી જ સારા સમાચાર આપશે.

આ ઘટના પછી સુપ્રિયા એ માં બનવાનો નિર્ણંય કર્યો અને પોતાના પતિના બાળકને જન્મ આપશે. તેના માટે તેણે આઈવીએફની મદદ થી માં બનવા માટે ડોકટરની મુલાકાત લીધી. સુપ્રિયા માં તો બની ગઈ પણ તેના માટે તેણે ઘણો લાંબો સફર કર્યો હતો. જો કે ગૌરવના અકસ્માત પહેલા જ તેઓની આઈવીએફની પ્રક્રિયા શરૂ થઇ ગઈ હતી, ત્યારે ડોકટરે ગૌરવના શુક્રાણુઓ ને સુરક્ષિત રાખી લીધા હતા.

પણ પછી ગૌરવની મૃત્યુ થઇ જવાને લીધે સુપ્રિયા ને મોટો આઘાત લાગ્યો. તેના પછી સુપ્રિયાએ આઇવીએફ ની મદદ લઈને પોતાના પતિના બાળકને જન્મ આપ્યો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures