Maryam Nawaz
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે (Maryam Nawaz) ઇમરાન ખાન પર મહિલાઓનું માન-સમ્માન નહીં જાળવવાનો આક્ષેપ કર્યો હતો. મરિયમે એવો આક્ષેપ કર્યો હતો કે હું જેલમાં હતી ત્યારે જેલના બાથરૂમમાં પણ ઇમરાન ખાને કેમેરા લગડાવ્યા હતા.
મરિયમે કહ્યું કે અમને પાકિસ્તાની લશ્કર સાથે ચર્ચા કરવાનો કોઇ વાંધો નથી પરંતુ એ પહેલાં ઇમરાન ખાનની સરકાર જવી જોઇએ. ઇમરાન ખાન કોની મહેરબાનીથી સત્તા પર છે એ તો પાકિસ્તાનનું નાનકડું બાળક પણ જાણે છે.
આ પણ જુઓ : ‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા
એટલું જ નહિ મરિયમે કહ્યું કે હું જેલમાં મહિલાઓ સાથે કેવું વર્તન કરાય છે એ કહીશ તો સરકાર કોઇને મોઢુ બતાવવાને લાયક નહીં રહે. હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાનની સરકારે જેલના બાથરૂમમાં પણ કેમેરા લગડાવ્યા હતા. આ કેવી સરકાર છે. એક મહિલાને એના પિતાની નજર સામે પકડવામાં આવે છે અને પછી મહિલા સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.