મહેસાણા: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોવિડ ૧૯ની ન્યાય યાત્રાને ધ્યાનમાં રાખી યોજવા માં આવેલી પત્રકાર પરિષદમાં ઘરે જઈ કોરોના થી ૩ર૦૦૦ મૃતકોના ફોર્મ ભરાયા હોવાનો કોંગ્રેસ અગ્રણી નરેશ રાવલે દાવો કર્યો છે.

આ મોત ના આંકડા મુજબ ગુજરાત સરકારે કોરોના થી મોત ના આંકડા છુપાવ્યા હોવાનો નરેશ રાવલ દ્વારા આક્ષેપ કરાયો હતો..

તો વળી મનસુખ માંડવીયા કેન્દ્ર માં આરોગ્ય મંત્રી બનાવ્યા એ બાબતે પણ તેમના હોદ્દા અને લાયકાત બાબતે પણ કોંગી અગ્રણીએ અયોગ્ય હોવાની વાત વ્યક્ત કરી હતી.