Mahesana : મહેસાણા જીલ્લા ના બહુચરાજી તાલુકામાં આવેલા છેટાસણા ગામ માં મોબાઈલ માં બ્લાસ્ટ થવા થી ૧૭ વર્ષીય યુવતી નું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. શંભુભાઈ દેસાઈ નામ ના પશુપાલક ની ૧૭ વર્ષીય દીકરી પોતાના મકાન માં ઉપર ના માળે ચાજીગ દરમ્યાન મોબાઈલ ઉપર વાત કરતી હતી
ત્યારે મોબાઈલ માં બ્લાસ્ટ થયો હતો અને મકાન ના દરવાજા અને ઘાસચારામાં આગ લાગી હતી. જોકે સ્થાનિક રહીશોએ પાણીનો મારો કરી આગને કાબુમાં લઇ લીધી હતી પરંતુ મોબાઈલ બ્લાસ્ટ થી ઘાયલ યુવતી નું મોત નિપજતા પરીવાર અને ગામ માં શોક નું મોજું ફરી વળ્યું હતું.
લોકો માટે દ્રષ્ટાંત રૂપ આ કિસ્સા માં મોબાઈલ ચાજીંગ દરમ્યાન મોબાઈલ ઉપર વાતચીત ના કરવી એવી સલાહ આપી રહ્યા છે. પરંતુ દેસાઈ પરિવારે મોબાઈલ માં બ્લાસ્ટ થતા પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી છે.