Patan : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વનવિભાગના ઘનિષ્ઠ વનીકરણ અંતર્ગત પાટણના કુણઘેર ગામ ખાતે મનરેગા , ગ્રામ પંચાયત અને આર્યવર્ત નિર્માણ દ્વારા ચામુંડા પીપળવનનો શુભારંભ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાના અઘ્યક્ષ સ્થાનેરાખવામાં આવ્યો. મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી ડો. અરિવદભાઈ પ્રજાપતિ દ્વારા પર્યાંવરણ જાળવણી માટે સરકારશ્રીની યોજનાઆેનો લાભ લેવા તથા ગ્રામજનો ખુદ સક્રિય રહી આ વૃક્ષો ઉછેરે એ માટે આહવાન કરવામાં આવ્યું. હતું.

આર્યવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા પર્યાંવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવમ સંવર્ધન કરવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ ઉપિસ્થત સૌ ગ્રામજનો અને મહેમાનો પાસે લેવડાવવામાં આવ્યા હતા અને દરેક દંપતિઆે અને ગ્રામજનો પાસે વૃક્ષ પૂજન કરાવી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ જગ્યા ગામના ચમાર જ્ઞાતિના ચર્મકુંડની છે અને ચામુંડા માતા સૌના કુળદેવી છે એટલે સૌ જ્ઞાતિજનોએ એકસંપ થઈ આર્યવ્રત નિર્માણ સંસ્થાના માર્ગદર્શનમાં મનરેગા યોજના હેઠળ સાફસફાઈ કરી , ખાડા કરી સતત ત્રણ વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી સાથે દરેક દંપતિએ હાજર રહી વૃક્ષોનું પૂજન કરી વાવ્યા અને ઉછેરવા સંકલ્પબદ્ઘ થયા છે જે સમાજ માટે પ્રેરણાદાયક હોવાનું નિલેશ રાજગોરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024