મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા આયોજિત બક્ષીપંચ કાર્યકર સેમિનાર બાસણા અર્બુદા ધામ ખાતે યોજવામાં આવ્યો હતો.

ભાજપ બક્ષીપંચ સેમિનાર માં જિલ્લામાં ત્રણ સ્થળો એ બક્ષીપંચ ના યુવાનો અને યુવતીઓ માટે મહેસાણા, વડનગર અને કડી શહેરોમાં કોચિંગ કલાસના ઉગધાટન કરવામાં આવ્યા હતાં.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં બક્ષીપંચના યુવાનો અને યુવતીઓને કોચિંગ પ્રાપ્ત કરી ઉચ્ચસ્થાને પહોંચે એ માટે કોચિંગ કલાસ શરૂ કરાયા છે.આ સાથે સરકાર ની વિવિધ યોજનાઓની સેવા સેતુ જનજાગૃતિ અભિયાન માટે ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.