મહેસાણા: વિસનગર તાલુકામાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનો પ્રારંભ

પોસ્ટ કેવી લાગી?

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયો પ્રારંભ

તબક્કાવાર મહા ઝુંબેશનું આયોજન કરી ૧૦૦% લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થી લાભાન્વિત કરવાનો નિર્ધાર

૪ મહિનામાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવ યોજાશે

રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું

મહેસાણાના વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનો પ્રારંભ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિસનગર તાલુકામાં તા.૨૬ અને ૨૭ મી ફેબ્રુઆરીએ વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આ ત્રિ-દિવસીય ઝુંબેશમાં વિસનગર તાલુકાના મહત્તમ લોકોને આયુષ્માન કાર્ડ કઢાવી પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા મેળવવા મંત્રી ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો હતો.

આ યોજનાનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર દ્વારા PMJAY અને મા યોજનાને સંકલિત કરીને PMJAY-MA યોજના અમલી બનાવવામાં આવી છે. રાજ્યભરમાં આપ કે દ્વાર આયુષ્માન મેગા ડ્રાઇવ અંતર્ગત નામાંકિત થયેલા ૮૦ લાખ કુટુંબો એટલે ૪ કરોડ લાભાર્થીઓને આ કાર્ડથી લાભાન્વિત કરવાની દિશામાં સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

જેના પરિણામ સ્વરૂપ ચાર મહિનામાં રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું છે. મહેસાણા જિલ્લામાં અંદાજિત ૫૨% જ્યારે વિસનગર તાલુકામાં ૧૩ ટકા લોકોએ અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો છે. જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવે તેના પ્રયાસરૂપ આજે વિસનગર થી આ ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures