સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પરથી ઝડપાયું ડ્રગ્સ.
ATS એ બાતમીના આધારે અંદાજે 250 ગ્રામ જેટલું ઝડપ્યું ડ્રગ્સ.
એટીએસની ટીમ દ્વારા ડ્રગ્સ પકડી પાટણ એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવ્યો.
GJ-12-DA 6662 નંબરની કાળા કલરની કારમાં બે ઈસમો ડ્રગ્સ સાથે ઝડપાયા.
સાંતલપુર કમલ હોટલ ની સામે હાઈવે ઉપર ડ્રગ્સના આરોપીની પૂછપરછ કરવામાં આવી.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પરથી ગઈકાલે ગુરૂવારે રાત્રીના સમયે એટીએસની બાતમીના આધારે કારમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવી રહેલા બે ઇસમોને ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા. પોલીસે ઈસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
રાજસ્થાન થી સામખિયારી એમડી ડ્રગ્સની ડીલેવરી આપવા જતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કમલ હોટલ પાસેથી ગુજરાત એટીએસ ની ટીમ દ્વારા સિક્રેટ ઓપરેશન કરી બે આરોપીને ઝડપી પાડયા હતા.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી
- પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા