સૂર્ય દેવની આરાધના માટે ચાણકયવંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે જે આ મહિના સુધીમાં પુર્ણ કરવાનો ટાગેટ છે બાદમાં વડા પ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાપર્ણ થશે


વિશેષતા એ છે કે બેટરી એનજી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેકટમાં ઉત્પાદિત સોલર એનજીનો ઉપયોગ રાત્રે પણ થશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે ૬૯ કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મહિન્દ્રા સુસ્ટેન પ્રાઇવેટ લિમિટેડનો છે જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે સૂર્યમંદિર થી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે.

જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ કુલ મેગા વોટની ક્ષમતા વાળા ઊભા થશે. સાથે સાથે લીથીયમ બેટરી વાળી બીએસએસ ટેકનોલોજી સર્જાયસે અહીં ઉત્પાદિત સોલર એનજી મોઢેરા ગામ ના કુલ ૧,૬૧૦ ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઉર્જા પુરી પાડવામાં આવશે.

કુલ ઘરો પૈકી ર૭૧ ઘરો ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેકટ માટે પ૦ ટકા લેખે રૂપિયા ૩ર.પ કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આકિયોલોજીકલ સર્વ ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમિશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.

અત્યારે મોઢેરા ગામ વાસીઓની તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી કલાક ૧પ૦ લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે .ગત બુધવારે મંત્રીમંડળની બેઠક સાથે સચિવોની સમિતિની બેઠકમાં રાજ્યના ૩૦થી ૩પ જેટલા મોટા પ્રોજેક્ટ ની સમીક્ષા મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા કરાઇ હતી જેમાં મોઢેરા સૂર્યમંદિરના સોલર પ્રોજેક્ટ ની પણ વિસ્તૃત ચર્ચાઈ થઈ હતી

આ બધા મોટા પ્રોજેક્ટો અંગે ઝડપી પાર પાડવા માટે અનિલ મૂકીમેં અધિકારીઓને સૂચના પણ આપી છે.સૂર્ય મંદિર અને સૌર ઉર્જા ના અનોખા સંગમનો સમન્વય મોઢેરા ખાતે થવા જઈ રહ્યો છે જેને લઈ મોઢેરા સૂર્ય મંદિર હવે દિવસ રાત સૌર ઉર્જાથી ઝળહળશે.

તેમજ મોઢેરા પ્રથમ સોલાર વિલેજ પણ બનશે.ભારતના પ્રથમ સૌથી મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટનું કામ મોઢેરાને મળતા મોઢેરાના ગ્રામજનો સહિત બહુચરાજી તાલુકા વાસીઓએ સરકારનો આભાર પણ વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024