મહેસાણા જીૡામાં છેલ્લા ૬ માસના સમયગળામાં ગુમ થયેલા ૬પ જેટલા બાળકોને શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેંજ અને મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જીલ્લામાં ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવતી હતી.

દરમ્યાન મહેસાણા જીલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છેલ્લા છ માસમાં ૦ થી ૧૪ વર્ષના કુલ ૭ બાળકો અને ૧પ થી ૧૮ વર્ષના પ૮ કિશોરી મળી કુલ ૬પ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આટલી નાની વયના બાળકો ગુમ થતા તેમના વાલીઓ ખુબ ચિંતિત થતા હોય છે. દરમ્યાન આવા ગુમ બાળકોને ઝડપથી શોધી ગુમ બાળકોના વાલીઓની ચિંતા દુર કરવામાં પોલીસ મદદરૂપ બની હતી.