પાટણ તાલુકાના બાલીસણા ગામે આવેલી આંગણવાડી ખાતે આજરોજ પાટણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રુકસાનાબેન શેખના અથાક પ્રયત્નોથી વહાલી દીકરીના ત્રણ હુકમો એક લાખ દશ હજારના શેખ આઈના મુસ્તકીમ, મેમણ અનાયા ઈલીયાસભાઈ, આઈરાબેન ઈસ્તીયાકભાઈને તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ ગ્રામપંચાયતના સદસ્યોના હસ્તે સરકાર દ્વારા આપવામાં આવેલ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.