મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક સંઘ એ સરકાર સામે બાંયો ચડાવી છે.છેલ્લા ઘણા સમય થી શિક્ષકો એ સરકાર પાસે પોતાની માંગણીઆેના મુદ્દે વારંવાર રજુઆત કરી હોવા.
છતાં સરકારે માંગણીઆે સ્વીકારી નથી..ફિક્સ પગારદારો ની સળંગ નોકરી ગણવા,સાતમા પગાર પંચ ની રોકડ માં ચુકવણી સહિત ની કુલ પાંચ માંગણીઆે સાથે ગતરોજ મહેસાણા બિલાડી બાગ માં શિક્ષકો એ ધરણાં યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે.