મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં નોકરી કરતા અને ફાયર વિભાગમાં ૧૧ માસના કરારથી નોકરીમાં લેવા અન્ય લોકો પાસેથી રૂ.રપ૦૦૦ ની ઉઘરાણી કરતા બંને કર્મીઆેને ટર્મિનેટ કર્યાં છે.
જાણવા મળેલ માહિતી મુજબ મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં છેલ્લા ૬ માસથી કામ કરતા ફાયરમેન અને ડ્રાઈવર દ્વારા ૧૧ માસના કરાર હેઠળ અન્ય અરજદારોને નોકરી પર લેવા માટે રૂ.રપ૦૦૦ ઉઘરાવતા હોવાની વાત વહેતી થઇ હતી.
જે મુદ્દે પાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન સહીત અધિકારીઆેને ધ્યાને આવતા ફાયર વિભાગના ૧૯ કર્મીઆેને બોલાવીને પૂછપરછ કરાઈ હતી. જેમાં નીરવ પટેલ અને મહેશ ચૌધરી નું નામ ખુલતા આ બંને કર્મીઆેને ટર્મિનેટ કરી દેવાયા હતા. જેથી અન્ય ફાયર વિભાગના કર્મીઆેમાં પણ ફફડાટ પ્રસરી ગયો હતો.