પાટણ : ગાંધી સમાજનો યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ

પાટણ શહેરમાં આવેલા વિવિધ સમાજો દ્વારા વર્ષમાં એકવાર સમાજની કારોબારીની મિટીંગ સહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાના કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે પાટણ શહેરના ગાંધી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ખેજડીયાવીર દાદા મંદિરના સાનિધ્યમાં રવિવારના રોજ યોજાયો હતો.

ત્યારે ગાંધી સમાજના કારોબારી સભ્યોની કારોબારી મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તો તાજેતરમાં ડોકટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ સમાજના ભાવિ ડોકટરોનું પણ આ પ્રસંગે વિશિષ્ટ સન્માન સમાજના આગેવાનો અને હોદેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ સ્નેહ મિલનની સાથે સાથે સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા રમતોત્સવનું પણ આયોજન કરી પારિવારીક ભાવના એકબીજામાં કેળવાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.