પાટણ : અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃત્તિ વિષય પર યોજાયો સેમિનાર

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ દ્વારા આયોજિત અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃતિ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક દિલીપભાઈ દેશમુખ પોતાને મળેલ નવીન જીવનને લઈને હાલમાં તેઓ લોકોને અંગદાન કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.આજના સમયમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહયું છે.

આવા બનાવોમાં માનવ જીવન કોઈના નવજીવન માટે કામ માં આવે તેવા પ્રયત્નો દિલીપભાઈ દેશમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ શહેરની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉપસ્થિત રહેલા મુખ્ય વક્તા દિલીપભાઈ દેશમુખે વિદ્યાર્થીઓએ અંગદાન વિશે સવિસ્તાર માહિતી આપી હતી.આ સાથે સાથે તેમણે પોતાને મળેલ નવજીવન અને પોતાને કરાવેલ લીવર ટ્રાન્સફરની થર્ડ ઇનિંગની વાતો પણ વિદ્યાર્થીઓ સાથે કરી હતી.આ સાથે સાથે હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.અર્જુન તડવીએ પોતાની આપવીતી જણાવી હતી.કે પોતાને જ્યારે કિડનીની જરૂર હતી.

ત્યારે તેમના બહેને કિડની આપી નવુંજીવન આપ્યું હતું.તે અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યાં હતા. તો આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. લલિત પટેલ, ડો.મનીષ રામાવત ખાસ ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અંગેજી વિભાગના પ્રાધ્યાપક ડો.આશુતોષ પાઠક અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રધ્યાપક તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.