રાજ્યમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ તેમજ કર્મચારીઓને રસીકરણ માટે અભિયાન શરુ કરાયું છે. જે તા. ૩૧.૦૭.ર૦ર૧ સુધી ચાલનાર છે. રાજ્યમાં ૧૮૦૦ કેન્દ્રો અને મહેસાણા જીલ્લામાં ૧૦૧ કેન્દ્રો પર વેપારીઓ અને કર્મી ઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહેસાણા જીૡામાં ૧૦૧ કેન્દ્રો ઉપર વેક્સીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેના માટે ૧૦ હજાર ડોઝ ફળવાયા છે ત્યારે સુપર સ્પ્રેડર ગણાતા લોકોને રસીકરણના ખાસ અભિયાન ઝુંબેશમાં વેપારીઓ સ્વેચ્છાએ મોટીસંખ્યામાં કોરોના વેકિસનનો ડોઝ લેવા આવતા લાંબી કતારો જોવા મળી હતી.
