- જયપુર – સગાઈ કાર્યક્રમ દરમિયાન 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મઃઆચર્યું. ફોરેન્સિક ટીમે 16 કલાકમાં 50 સ્ટોલવાળાઓની તપાસ કરીને આરોપીની ઓળખ કરી અહીંયાના મુરલીપુરા ખાતે આવેલા મેરેજ ગાર્ડનમાં સગાઈ સમારોહ દરમિયાન 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સોમવારે આરોપી સ્ટોલવાળાની ઓળખ કરી લીધી છે.
- આ કાર્યક્રમમાં ઘણા બધા મહેમાન અને અજાણ્યા લોકો સામેલ હતા. 16 કલાક સુધી ટીમે બંધ રૂમમાં લગ્નમાં આવતા જતા બારીકાઈથી વૈજ્ઞાનિક તપાસ કરી હતી. આરોપીના કપડા પર માસૂમ બાળકીનું લોહી લાગેલું હતું.
- આ સમગ્ર ઘટના 2 ફેબ્રુઆરીની રાતે આરોપી દીદીના લગ્નમાં આવેલી બાળકી સાથે મોઢું અને ગળું દબાવીને ટોયલેટમાં દુષ્કર્મ કર્યું હતું.
- ટોયલેટની આગળ ફુલ અવાજમાં ડીજે વાગી રહ્યું હતું, જેથી બાળકીનો અવાજ કોઈને સંભળાયો ન હતો. બાળકીને એકલી વોશરૂમ તરફ જોતા જોઈ આરોપી પણ તેની પાછળ ગયો હતો.અને દુષ્કર્મ આચર્યું હતું.
- આ સમગ્ર ઘટના માં આરોપી રાજુ જયપુરમાં પરિવાર સાથે રહેતો હતો અને તેની 11 વર્ષની દીકરી પણ છે. વીડિયો રેકોર્ડિંગમાં એવું સામે આવ્યું છે કે ઘટના વખતે તે લગભગ 15 મિનિટ સુધી તેના સ્ટોલ પરથી ગુમ હતો. તે ઘટનાના લગભગ એક કલાક પહેલા ગાર્ડનની બહાર ગયો તો માથે એક મોટું તિલક લગાવીને આવ્યો હતો. જ્યારે પોલીસે શંકાના આધારે પુછપરછ કરી તો વારંવાર માથા તરફ ઈશારો કરીને કહ્યું કે, હું બાલાજીનો ભક્ત છું. ત્યારબાદ આરોપી બહાર આજુ-બાજુ ફરતો રહ્યો, વળી પાછો કાઉન્ટર પાસે આવીને બેસી ગયો. તપાસ દરમિયાન જેવી જ બાળકી લોહીલુહાણ હાલમાં મળી તો એ પણ સામાન્ય લોકોની જેમ વર્તન કરવા લાગ્યો.
- મેરેજ ગાર્ડનમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થઈ તો ડીસીપી કાવેન્દ્ર સિંહ સાગર રવિવારે રાત્રે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
- એડિશનલ ડીસીપી પ્રકાશ ચંદ્ર શર્મા, એસીપી પ્રમોદ સ્વામી, સંધ્યા યાદવ, મુરલીપુરા એસએચઓ, રામવતાર તાખર, એસએચઓ વિક્રમ સિંહ, એસએચઓ, રામકિશન બિશ્નોઈ, ડીએસટી પ્રભારી દેવેન્દ્ર, સીએ ઈસ્લામ ખાન અને મહિલા એસએચઓ સરોજ ઘાયલના નેતૃત્વમાં ટીમ બનાવી હતી. તમામને અલગ અલગ ફુટેજ અને રેકોર્ડિંગની તપાસ કરવામાં લગાવી દીધા.
- ફોરેન્સિક ટીમને બોલાવીને ગાર્ડનમાં કામ કરનારા તમામ 50 વર્કરને ગાર્ડનમાં બંધ કરી દીધા. દરેકની તપાસ કરાવાઈ. સોમવારે સાંજે આરોપીની ઓળખ કરવામાં આવી. કપડા અને શરીરની તપાસ કરી મુખ્ય આરોપી સુધી પહોંચ્યા
- ફોરેન્સિક ટીમે જણાવ્યું હતું કે, રવિવારે રાતે 11:15 વાગ્યે બાળકી સાથે મેરેજ ગાર્ડનમાં દુષ્કર્મની સૂચના આવી તો તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
- ઘટનાસ્થળે પોલીસે શંકાના આધારે ગાર્ડનમાં કામ કરતા 50 વર્કરને ભેગા કરી રાખ્યા હતા.
- ઘટનાસ્થળ પરથી પુરાવા એકઠા કરીને તમામ વર્કરોના કપડાઓની સવારે 4 વાગ્યે તપાસ કરી હતી. અંધારું હોવાના કારણે 8 થી 10 શંકાસ્પદોની તપાસ કરાઈ.
- ત્યારબાદ દિવસભર શંકાસ્પદોના કપડા અને શરીરને વૈજ્ઞાનિક રીતે તપાસ કરીને મુખ્ય આરોપી સુધી પહોંચ્યા હતા.
- ત્યારબાદ પરિવારજનોને એવું લાગ્યું કે બાળકી લપસી ગઈ હશે બાળકીની કાકીએ તેને લોહીલુહાણ સ્થિતિમાં જોઈ હશે. તેમને લાગ્યું કે બાળકી લપસી ગઈ હશે.
- ત્યાંની એક મહિલાને આ કેસ શંકાસ્પદ લાગ્યો તો હોસ્પિટલ લઈ ગયા હતા. અહીંયા ડોક્ટરોએ દુષ્કર્મ થયું હોવાની વાત જણાવી, ત્યારે માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News