- સીએએના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યા બાદ, રાજ્યના કેટલાક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે.
- ગુજરાત સરકારે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો પોલીસને અધિકાર આપ્યો છે.
- પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે જરૂર પડે તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવી દેવાની પમ સત્તા આપી છે.
- કહેવાય છે કે, ગૃહ વિભાગને આઈબી તરફથી ઈનપૂટ મળ્યા છે કે, કેટલાક તોફાની તત્વો દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી અફવાઓ ફેલાવી રાજ્યની શાંતી ડહોળવાના પ્રયાસમાં લાગ્યા છે.
- આઈબીના ઈનપુટ બાદ રાજ્યના ગૃહ વિભાગે સરકારને આ મુદ્દે અવગત કર્યા બાદ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસને સત્તા આપી છે કે, જરૂર પડે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી શકે છે.
- સૂત્રો અનુસાર, જો સ્થિતિ વધારે બગડે તો, ગુજરાતમાં ત્રણ દિવસ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.