Rainfall
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ (Rainfall)ની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 11, 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગાજવીજ સાથે 40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. 11 સપ્ટેમ્બરના રોજ ખેડા,દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ જુઓ : Beirut caught fire : બૈરૂત બંદરે ફરી ભીષણ આગ લાગી
12 સપ્ટેમ્બના રોજ ખેડા, દાહોદ,પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ નવસારી, દમણ દાદરા નગર હવેલી,ભાવનગર અને અમરેલી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
આ પણ જુઓ : ભારતે ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું …
13 સપ્ટેમ્બના ફરી એક લો પ્રેશર સક્રીય થશે.અને લો પ્રેશર ની અસર ગુજરાત પર જોવા મળશે. 13 સપ્ટેમ્બરના રોજ ખેડા, દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.