#NarendraModi #PMModi, #PMOIndia
(PM Narendra Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
— Narendra Modi (@narendramodi) October 20, 2020
વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં 12 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું
8 નવેમ્બર 201.: કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી.
15 ફેબ્રુઆરી 2019: પુલવામામાં CRPFના 40 જવાનોની હત્યા થયા બાદ વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
27 માર્ચ 2019: મોદીએ જણાવ્યુ હતું કે DRDOના વૈજ્ઞાનિકોએ લોઅર અર્થ ઓર્બિટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો.
8 ઓગસ્ટ 2019: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ, મોદીએ 8 ઓગસ્ટ 2019ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું.
7 સપ્ટેમ્બર 2019: ચંદ્રયાન-2 નું ચંદ્ર પર ઉતરતા પહેલા સંપર્ક તૂટ્યા પછી વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા.
9 નવેમ્બર 2019: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને પંજાબમાં કરતારપુર કોરિડોર પર વાત કરી.
19 માર્ચ, 2020: દેશમાં કોરોનાવાયરસ સામે લડવાના સરકારના પ્રયત્નો સાથે લોકોનો સહયોગ મેળવવા માટે વડાપ્રધાને જનતા કર્ફ્યુની અપીલ કરી હતી.
24 માર્ચ 2020: કોરોના સામે લડવા માટે દેશવાસીઓ પાસે થોડો સમય માંગ્યો,તેમણે સમગ્ર દેશને 21 દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી.
3 એપ્રિલ 2020: 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી ઘરની લાઇટ બંધ કરીને પછી, ટેરેસ અથવા બાલ્કની પર દિપ પ્રગટાવવાની અપીલ કરી.
14 એપ્રિલ 2020; દેશભરમાં લગાવેલ લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું.
12 મે 2020: આત્મ નિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.
30 જૂન 2020: પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બરના અંત સુધી વધારવાની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવારો જ તહેવારો છે, એવામાં સરકાર તરફથી ફરી એકવાર કડક પગલાં ભરવામાં આવી શકે છે.
હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તહેવારોના કારણે બજારમાં ભીડ થઈ શકે છે એવામાં તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.