Monday
- રાજ્યમાં હમણાંથી આગ લાગવાની ઘટનાઓ રોજબરોજ વધતી જાય છે.
- તો આજે સોમવાર (Monday) નો દિવસ જાણે ગોજારો સાબિત થઈ રહ્યો હોય તેમ એક પછી એક આગ લાગવાની ત્રણ ઘટનાઓ સામે આવી રહી છે.
- આજે અમદાવાદ, સુરત અને કચ્છના નખત્રાણાથી ત્રણ આગની ઘટના બની છે.
- જો કે સદ્દનસીબે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ મળી શક્યા નથી. પરંતુ માલહાનિ ઘણી થઈ છે.
- અમદાવાદમાં આજે સોમવારે (Monday) સવારે નવ કલાકે ઈન્ડિયન બેંકના એટીએમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
- આગની જ્વાઓ દૂરથી જોનારને ઘણી ભયાનક લાગતી હતી.
- સીટીએમ એક્સપ્રેસ હાઈવે સામે આવેલા ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગતા આસપાસના લોકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
- આ એટીએમ કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે આવેલું છે.
- તેમજ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
- પરંતુ આ ઘટનામાં ઈન્ડિયન બેંકનુ ATM બળીને ખાખ થયું હતું.
- જો કે, ફાયર વિભાગે આગને કાબુમા લઈને બાજુમા આવેલી બેકની શાખાને નુકશાન થતા બચાવ્યું હતું.
- આ આકસ્મિક આગ લાગતા સ્થાનિક કાઉન્સીલર મહેશ પટેલે ફાયરને તેમજ તંત્રને સમયસર જાણ કરતા વધુ નુકશાનને આગથી બચાવી લેવાયું છે.
- તો બીજી તરફ સુરતમાં ફરી એકવખત પાંડેસરા BRTS બસ સ્ટોપ પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.
- જોત જોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા સહિત ધુમાડો આકાશમાં ચઢ્યો હતો.
- પરંતુ સ્થાનિકોએ સમયસૂચકતા દાખવીને ફાયર વિભાગને જાણકારી આપી હતી.
- પરંતુ ત્યાં સુધીમાં બસસ્ટેશન બળીને ખાખ થયું હતું.
- ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
- આ ઘટનામાં પણ કોઇ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનામાં પણ આગ લાગવાનું કારણ અકબંધ છે.
- Heavy Rain :જામખંભાળિયામાં આભ ફાટતા 18 ઇંચ વરસાદ ખાબક્યો
- આજે (Monday) વહેલી સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે પવનચક્કીમાં ભીષણ આગ લાગી હતી.
- તો અન્ય એક ઘટના કચ્છના નખત્રાણામાં બની હતી.
- અહીં નખત્રાણામાં આવેલી પવનચક્કીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
- લક્ષ્મીપર (નેત્રા) ગામે આવેલ પવનચક્કીમાં આ ઘટના બની હતી.
- પરંતુ પવનચક્કીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
- અગાઉ પણ કચ્છમાં પવનચક્કીમાં આગના બનાવ બની ચૂક્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News