Ahmadabad

Ahmadabad

  • આજકાલ મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.
  • ત્યારે અમદાવાદ (Ahmadabad) નિકોલમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાની કોશિશ કરતો કિસ્સો સામે આવ્યો છે.
  • પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
  • આરોપી પતિ પત્નીને સળગાવીને ફરાર થઈ ગયો હતો.
  • આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
  • નિકોલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
  • અમદાવાદ (Ahmadabad) નિકોલમાં રહેતા કોકિલાબહેન તેમના બે સંતાન અને પતિ જીતુભાઇ સાથે 30 વર્ષથી રહે છે.
  • તેમના પતિ ખોડિયારનગર માં કારખાના માં નોકરી કરે છે.
  • તેમના પતિ અવાર નવાર કકી પણ નાની મોટી બાબતોમાં બોલાચાલી કરતા અને મગજ ગુમાવી દેતા અને બાદમાં કોકિલા બહેનને માર મારતા હતા.
  • ગઈકાલે સવારે તેમના પતિ નોકરીએ જતા હતા ત્યારે કોકિલા બહેન બાથરૂમમાં ગયા હતા.
  • તેઓ જતા હોવાથી કોકિલા બહેન બહાર આવ્યા હતા.
  • બહાર આવતા જ જીતુભાઈએ અચાનક કોઈ જ્વલનશીલ પ્રવાહી છાટી કોકિલા બહેન પર દીવાસળી નાખી હતી.
  • ઘરમાં બને દીકરાઓ વહેલી સવાર હોવાથી ઊંઘતા હતા.
  • બીજીબાજુ કોકિલા બહેનના કપડા સળગવા લાગ્યા હતા.
  • આસપાસ ના લોકો જોતા જ દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી.
  • દીકરાઓ પણ તેવામાં જાગી ગયા અને માતા ને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
  • કોકિલા બહેન હાથ, છાતી, ગરદન અને મોઢાનાએ ભાગે દાઝી જતા પોલીસને જાણ કરાઈ હતી.
  • પોલીસે આ મામલે કોકિલાબહેનની તેમના પતિ જીતુભાઇ સામે ફરિયાદ નોંધી હતી.
  • નિકોલ પોલીસે આઇપીસી 498(A),307 (હત્યાની કોશિશ) મુજબ ગુનો નોંધી ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે.
  • જોકે જીતુભાઈએ આવું કેમ કર્યું તે બાબતે હજુ તપાસમાં સામે આવ્યું નથી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News