Hurricane Haishan
રવિવારે સર્જાયેલું હૈશેન વાવાઝોડું (Hurricane Haishan) જાપાનના સાગરકાંઠે તીવ્ર ગતિએ આગળ વધ્યું હતું. આ વાવાઝોડું જાપાનના દક્ષિણ કાંઠે ગમે ત્યારે ત્રાટકીને ભારે વિનાશ કરે તેવી શક્યતા છે. સલામતીને ધ્યાનમાં રાખી જાપાનનાં દક્ષિણ અને દક્ષિણપશ્ચિમ પ્રાંતોમાં વસતા 8,10,000થી વધુ લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા આદેશ અપાયા છે. બીજા 10 પ્રાંતોમાં વસતા 5.5 મિલિયન લોકોને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે.
આ પણ જુઓ : Kangna Ranaut : રાજ્ય સરકાર કંગના રનૌતને સુરક્ષા આપશે
હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ હૈશેન વાવાઝોડું યાકુશિમાથી 70 કિ.મી. દૂર છે. આ વાવાઝોડું રવિવારે રાત સુધીમાં ક્યુશુ ટાપુ સાથે ટકરાવાની સંભાવના છે. કલાકમાં 162 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળી પુરવઠો ઠપ થતા 1,42,000 ઘરોમાં અંધારપટ છવાયો હતો.
આ પણ જુઓ : Gujarati singer : આ ગુજરાતી ગાયક કલાકારનું કોરોનાથી લંડનમાં મોત
બુલેટ ટ્રેન સેવા ઠપ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એરલાઈન્સ દ્વારા પણ 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. વાવાઝોડાને કારણે કુમામોટો, કાગોશિમા, મિયાઝાકી અને નાગાસાકી ખાતે 17 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ મામલે પીએમ શિન્જો આબે દ્વારા કેબિનેટની તાકીદની મિટિંગ બોલાવી લોકોને સાવધાન રહેવા અપીલ કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.