Mukesh Ambani
ગુરૂવાર સવારે 11 વાગ્યે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના પુત્ર આકાશની પત્ની શ્લોકાએ પુત્રને જન્મ આપ્યો છે. મુકેશ અંબાણી દાદા બની ગયા છે.
અંબાણી પરિવારના પ્રવક્ત્તાએ જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી આજે મુંબઇમાં એક બાળકના માતા-પિતા બની ગયા છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. નવા મહેમાનના આગમનથી અંબાણી પરિવાર ખુબ જ ખુશ છે.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
આકાશ અને શ્લોકોના લગ્ન દુનિયાભરના અખબારોમાં હેડલાઇનમાં ચમક્યાં હતા. આકાશ અને શ્લોકા સ્કૂલ ફ્રેન્ડ રહ્યાં છે. બંનેનું સ્કૂલિંગ ધીરુભાઇ અંબાણી સ્કૂલમાં થયું છે. આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિત્ઝરરલેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં કર્યું હતું જે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.
શ્લોકા હિરાના વેપારી રસેલ મહેતાની દીકરી છે. શ્લોકા પોતાના ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. શ્લોકા વર્ષ 2014થી રોઝી બ્લૂ ફાઉન્ડેશનનું ડાયરેક્ટર પદ સંભાળી રહીં છે. આ ઉપરાંત શ્લોકા કનેક્ટફોર નામની સંસ્થાની સહસ્થાપક છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.