પાટણ : PATAN

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી પ્રભાવીત થઈ પાટણ તાલુકાના પૂર્વ મહામંત્રી દવારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

પાટણ શહેરમાં કોરોના વાયરસની મહામારીમાં આર્થીક રીતે ગરીબ પરીવારોને ભરપેટ જમવાનું મળી રહે. તેવા ઉમદા હેતુથી વિરકૃપા ટ્રસ્ટ દવારા નમો રથની શરુઆત કરવામાં આવી છે.

જેમાં ૧૦ રુપીયા જેટલા નજીવા દરથી ખીચડી, કઢી તેમજ દાળ-ભાત નો પ્રસાદ ભરપેટ મળી રહે તે માટે આ સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તેમજ પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહીતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ની હાજરીમાં તેની શરુઆત કરવામાં આવી હતી.

આ બાબતે પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, નમોરથ ચાલુ કરવા બદલ આયોજકોની પ્રશંસા કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.