પાટણ : PATAN

રાજય સરકાર દવારા ગુજરાતમાંથી નાર્કોટીક્સની બદીને દુર કરવા અંગે થયેલા ઠરાવને પગલે પાટણ જીલ્લા પોલીસ વડા દવારા જીલ્લામાંથી આવી અસામાજીક બદીઓને દુર કરવા દરેક પોલીસ મથકોને આદેશો આપવામાં આવ્યા હતા.

ત્યારે પાટણ એસ.ઓ.જી. પોલીસ નાર્કોટીક્સના કેશો સોધી કાઢવા પ્રયત્ન શીલ બનતાં, ગતરોજ ખાનગી રાહે મળેલ બાતમીને આધારે મહેસાણા થી પાટણ તરફ આવી રહેલી ઈકો ગાડીમાં બિનઅધિકૃત રીતે ગાંજાની હેરાફેરી કરવામાં આવે છે.

આ બાબતે એસ.ઓ.જી. પી.આઈ. સહીત પોલીસ સ્ટાફે ઉંઝા ૩ રસ્તા નજીક વોચમાં રહી ઈકો ગાડી આવતા તેને ઉભી રાખી હતી

તેની તલાસી લેતાં, ઈકો ગાડીના સ્પીકરમાં સંતાડેલ ૯ કીલો ૮૪૭ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત આશરે ૯૮૪૭૦ નો જથ્થો મળી આવતા ઈકો ગાડીના ચાલક ડાભી ભરતસંગ ઝેણાજી રહે. શિહોરી હેમાણી પાટી વાળાની અટકાયત કરી હતી. તેને બી ડીવીઝન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતો.

જયાં તેની વધુ પુછપરછ હાથ ધરાતા ગાંજાના ધંધા સાથે સંકળાયેલા બીજા બે ઈસમોના નામ સામે આવ્યા હતા. આ અંગે ગાંજાનો જથ્થો અને ઈકો ગાડી સહીત મોબાઈલ મળી કુલ રૂપિયા ર લાખ ૩ હજાર ચારસો સિત્તેરનો મુદદામાલ જપ્ત કરી તેઓની સામે બી.ડીવીઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.