hardik patel

ગુજરાતના રાજકારણમાં ગુરુવારે વિરમગામ ખૂબ ચર્ચામાં રહ્યું અને સૌ કોઇની નજર ત્યાં આવતા નેતાઓ પર હતી. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથી હોવાથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત નૌતમ સ્વામી દ્વારા હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવાની અપિલના મુદ્દે હાર્દિક પટેલ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મારાથી કોઈ મોટો હિન્દુવાદી નેતા નથી.હું લવકુશનો વંશજ છું.

‘મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.’ – હાર્દિક પટેલ

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપના કરાઈ છે કે, મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવ-કુશનો સંતાન છું. મારાથી મોટો કોઈ હિન્દુવાદી ન હોય અને મારે એ બાબતની સાબિત કરવાની જરૂર નથી. અમે વર્ષોથી ભગવાન રામ ધુન હોય હનુમાનજીની ધુન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય અમે સતત ધાર્મિક પ્રકિયા સાથે અમારો પરિવાર અમારો સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.

CM-CR ન આવે તો મને શું દુ:ખ પડવાનું છે?: હાર્દિક પટેલ

હાર્દિક પટેલને ભાજપના નેતાઓ વિશે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે મતભેદ એકબાજુ હોય છે પણ સુખ-દુ:ખના પ્રસંગમાં સામેલ થવું એ તદ્દન જુદી બાબત છે. CR પાટીલ કે CM ન આવ્યા તેનાથી મને શું દુ:ખ થઈ જવાનું છે. CM આવી રહ્યા છે તેવી હવા હોવાથી એક વસ્તુ તો સારી થઈ ગઈ કે વિરમગામમાં રાતોરાત રસ્તા સારા થઈ ગયા.

હાર્દિક પટેલના નિવેદનથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હાર્દિક પટેલને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે મને કોઈ નારાજગી હશે તો એ હું ઉકેલી લઇશ, અમારે તો ગુજરાતના ભવિષ્ય માટે કામ કરવાનું છે. પત્રકારોને હળવા અંદાજમાં હાર્દિકે કહ્યું કે આજે તો હું માની ગયો એવું જ માની લો અને જો નારાજગી હશે તો દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024