• વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું.
  • એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતાઓ પણ હાજર રહ્યાં.
  • વડાપ્રધાને બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને સંબોધિત કર્યા હતા. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દીવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે.
  • મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા કરીને કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે.
  • એનડીએના દિગ્ગજ નેતા તેમની સાથે રહ્યા હતા.
  • ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં મોદીએ કાર્યકર્તાઓને કહ્યું- કાશી જીતવાનું કામ કાલે જ પૂરું થઈ ગયુંમોદીએ કહ્યું હું ગંદી વસ્તુઓનું ખાતર બનાવું છું અને તેમાં કમળ ઉગાડું છુ.
  • આ દરમિયાન બિહારના મુખ્ય અને જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ અને સુખબીર બાદલ, અન્નાદ્રમુક નેતા ઓ. પન્નીરસેલ્વમ અને થમ્બીદુરઇ, LJP પ્રમુખ રામવિલાસ પાસવાન, અપના દળના નેતા અનુપ્રિયા પટેલ અને એનડીપીપીના નેતા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો બનારસ પહોંચ્યા હતા.
  • ભાજપ તરફથી શાહ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, ઉત્તરપ્રદેશના પ્રભારી જેપી નડ્ડા, ગૃહમંત્રી રાજનાથ સિંહ, માર્ગ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024