• કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ 24 કલાકમાં નિર્ણય લેવાનો ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે.
  • પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ કથિત રીતે આચારસંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી ન  કરવા બદલ ચૂંટણી પંચ વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
  • કોંગ્રેસે કહ્યું કે 23 એપ્રિલે મતદાનના દિવસે ગુજરાતમાં રેલી કરીને વડાપ્રધાને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું.
  • કોંગ્રેસે ચૂંટણી પંચને પીએમ અને અમિત શાહ વિરૂદ્ધ ઉલ્લંઘનની ફરિયાદ કરી છે પરંતુ ત્રણ સપ્તાહ વિત્યા છતાં ચૂંટણી પંચે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી.
  • સામાન્ય રીતે આ પ્રકારના મામલાઓમાં ચૂંટણી પંચ ઉલ્લંઘન કરનારાઓ પર 72 કલાક સુધી પ્રચાર પ્રતિબંધ મૂકે છે.
  • સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની અરજી પર મંગળવારે સુનાવણી કરશે.
  • કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
  • અરજીમાં કહેવાયું છે કે પીએમ મોદી અને અમિત શાહ નફરતભર્યા ભાષણ આપી રહ્યાં છે અને ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં રાજનીતિક પ્રોપગેંડા અંતર્ગત સુરક્ષાબળોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.