Narendra modi photo – Narendra modi full photo Collection :
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે
Narendra modi photo
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ