Narendra Soni emphasizing on strengthening the organization to win the assembly

આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકજૂથ થઇ ને વિધાનસભા તમામ બેઠકો માટે માટે કમર કસી રહી છે

  • ઝાલોદ વિધાનસભા જીતવા સંગઠન મજબૂત કરવા ભાર મુકતા નરેન્દ્ર સોની.
  • ભારતીય જનતા પાર્ટી ઝાલોદ તાલુકા ની મીટીંગ લીમડી એચીવર સ્કૂલ ખાતે યોજાઇ હતી.

સમગ્ર ગુજરાતમાં 20 તારીખે બાર વાગે તમામ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં એક સાથે એક જ સમયે સંગઠનની બેઠક યોજાઇ હતી જેને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ વર્ચ્યુલ સ્વરૂપે સંબોધન કર્યું હતું, અને આગામી કાર્યક્રમોની માહિતી આપી આગામી સમયની અંદર ” મન કી બાત ” જેવા વિવિધ કાર્યક્રમો થાય તે માટે તેમણે સૂચન કર્યું હતું

ત્યાર બાદ વડાપ્રધાન શ્રી 25મી એ પેજ કમેટીના સભ્યો સાથે વર્ચ્યુલ સ્વરૂપે વાત કરશે તે માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરવા ભાર મુક્યો હતો. આ બેઠકને ઝાલોદ ભાજપના સંગઠનના તમામ પદાધિકારીઓએ સાંભળી હતી, ત્યારબાદ ઉપસ્થિત વાલજીભાઈ મેંડા તેમજ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ આગામી સમયમાં પેજ કમિટી, બુથ સમિતિ મજબૂત કરવા માટે ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024