Navi Mumbai
નવી મુંબઇ (Navi Mumbai)ના વાશીથી 24 જુલાઇના રોજ એક વ્યક્તિ ગુમ થયો હતો. લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિ વિશે ખબર પડી છે. આ પહેલાં તેણે પોતાની પત્નીને જણાવ્યું કે તે કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે જાણકારી આપી કે તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. મનીષ મિશ્રાની નવી મુંબઇની પોલીસે ઇન્દોરથી ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર તે નવી મુંબઇના તલોજાનો રહેવાસી છે. મનીષ 24 જુલાઇના રોજ કામ પર જવા માટે ઘરેથી નિકળ્યો હતો. તે રાત્રે લગભગ 10:30 વાગે તેને પત્નીને ફોન કરીને કહ્યું કે તેને કોરોના થઇ ગયો છે જેના કારણે હવે તેની બચવાની આશા નથી. આટલું કહીને મનીષે મોબાઇલ બંધ કરી દીધો હતો.
આ પણ જુઓ : ચીને તાઇવાનમાં પોતાનાં 18 લડાયક વિમાનો મોકલ્યા
સ્વજને 25 જુલાઇ 2020ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તેની બાઇક વાશીના સેક્ટર 17માં ખાડી પુલ પાસેથી મળી હતી. સાથે જ વોલેટ અને બેગ પણ મળી હતી. તેથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી છે.
આ પણ જુઓ : NIA ના દરોડા, અલકાયદાના 9 આતંકીઓની કરી ધરપકડ
જ્યારે પોલીસે તેના મોબાઇલનું લોકેશન ટ્રેસ કર્યું તો તે ઇન્દોરના ભંવરકુવા વિસ્તારમાં હોવાના સમાચાર મળ્યા. ત્યાં તેની પ્રેમિકાનું ઘર છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.