Drug case
સીબીઆઇ દ્વારા થઇ રહેલી તપાસમાં બોલિવૂડનું ડ્રગ કનેક્શન (Drug case)માં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ સિંઘનું નામ બહાર આવ્યું છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ સિંઘને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવશે એવી જાણકારી મળી હતી.
રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમિયાન રિયાએ બોલિવૂડની પચીસ સેલેબ્રિટીઝનાં નામ આપ્યાં હતાં. રિયા પોતે તો હાલ જેલમાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો કહે છે કે રિયાને આંતરરાષ્ટ્રી ડ્રગ માફિયા સાથે ઘનિષ્ટ સંબંધો હતા. રિયાએ જે સેલેબ્રિટીઝનાં નામ આપ્યાં હતાં એ લોકોની પણ હવે પૂછપરછ કરવામાં આવશે. એનસીબી સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રિમોન ખંભાતા અને રકુલ સિંઘને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી હતી.
એનસીબી પાસે આ બધી અભિનેત્રીઓ પણ ડ્રગ સેવનમાં સંડોવાઇ હોવાના નક્કર પુરાવા આવી ગયા હોવાનું કહેવાય છે. એનસીબીએ અત્યાર સુધીમાં રાહિલ વિશ્રામ સહિત કુલ આઠ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. આ લોકો પાસેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટની માહિતી મળી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.