NDRF
સૌરાષ્ટ્રરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં મેઘરાજાની અવિરત બેટિંગને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. તો જૂનાગઢના માણાવદરના પાસે ધાબા પર ફસાયેલા 10 લોકોનું NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. આ જાણ થતા જ વહેલી સવારે માણાવદર મામલતદાર ટીમ અને NDRFની ટીમ દ્વારા કાર્યવાહી કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે. માણાવદરના સરાડીયા ખાતે ચાણક્ય સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે. તેમજ શાળાના પટાંગણમાં જળબંબાકાર થયું છે અને સ્કૂલ બસો અડધી પાણીમાં ડૂબી ગઈ છે.

તો બીજી તરફ જુનાગઢ પોરબંદર રૂટ બંધ કરવો પડયો છે અને વાહન વ્યવહાર સરાડીયાથી પોરબંદર તરફ પુરના કારણે બંધ છે. જો કે, પાણી ઓછુ થતા ફરી ચાલુ થાય તેમ તંત્રએ જણાવ્યુ હતું. ગઈકાલે શહેરમાં તથા તાલુકામાં ઠોર ઠેર અનરાધાર વરસાદથી જળતરબોળ થયા છે. માણાવદરના મટીયાણા ગામ બાદ આજે ઉતર દિશા તરફના ભાદર નદી વેણુ ડેમ ભાદર ડેમ ઘુંઘવી સહિતના ડેમોની નદીના છુટેલા ઘોડાપૂરે સરાડીયા ચીખલોટ્ટા મરમઠ સહિત અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે.
અનરાધાર વરસાદના પગલે માણાવદર તાલુકાના મટીયાણા ગામે ઓઝત નદીમાં ભયાનક પૂર આવતા સમગ્ર મટીયાણા ગામ ખેતરોમાં પુરના પાણી ફર વળ્યા હતા. ગામમાં 4-4 ફૂટ પાણી વધુ ઘુસી ગયા છે. તાલુકામાં ઠેર ઠેર જળ ત્યાં સ્થળની સ્થિતિ છે. એકધારા વરસાદે ખેતરો નદી નાળા ડેમો બેફામ ઓવરફલો થયા છે. બીજી તરફ તંત્ર ઘોર નિંદ્રામાં છે.
માણાવદર પંથકમાં એક બાજુ વરસાદ ઉપરથી ઉપરવાસના વરસાદ ડેમના છોડાયેલા પાણીના કારણે જળબંબાકાર થયા છે. તો આજે સવારે ભાદર ડેમના ગેટ ખોલાતા તે પાણી સરાડીયા ગામ નજીક સુધી પહોંચી ગયું હતુ. ત્યાંથી પસાર થતા પોરબંદર નેશનલ હાઈવે બંધ થયો છે. આ પુરથી દેશીંગા, મરમઠ, કવલકા સહિત અનેક ગામો બેટમાં ફેરવાયા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.