Patan
ચોમાસાના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેથી ભારે વરસાદના કારણે પાટણ (Patan)ના મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ જતા તૂટવા લાગ્યા છે. ત્યારે ફરિયાદોને પગલે પાલિકાએ ચોમાસુ પૂર્ણ થતા તૂટેલા રોડ રસ્તાઓની કામગીરી હાથ ધરવાનું આયોજન કર્યું છે. આ રોડ રસ્તાના રિપેરીંગ માટે રૂ. 1.50 કરોડના કામો અને નવીન 20 રસ્તાઓ બનાવવા માટેનું આયોજન કર્યું છે. ચોમાસુ પૂર્ણ થતાની સાથે જ રોડ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ જુઓ : Rhea Chakraborty પર સુશાંતના પિતાનો ચોંકાવનારો આરોપ
પાટણ (Patan)માં વરસાદી પાણી ભરાઈ જતા મેઈન બજારથી હાઇવે વિસ્તારો અને મોહલ્લા પોળોના તમામ રોડ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ખાડાઓ અને રોડ તૂટી જવાથી વાહન ચાલકોખુબજ તકલીફ પડી રહી છે. તેમજ અકસ્માતનો પણ ડર રહે છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ચોમાસામાં રોડને થયેલ નુકશાન અનુસંધાને નગર પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 5 કરોડના ખર્ચે શહેરના 20 સ્થળો પર નવીન રોડ બનાવવા માટેનું આયોજન કર્યું છે. ઉપરાંત શહેરમા જે રોડ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે, તે રસ્તાઓ પર 1.5 કરોડના ખર્ચે રિપેર કરવા માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. શહેરમાં વરસાદની સીઝન પૂર્ણ થતા જ નવીન રોડ બનાવવા માટે અને રોડના રિપેરિંગ કરવા માટેની કામગિરી શરૂ કરવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.