અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાંથી કિશોરી ગુમ, આશ્રમે યુવતીનું FB લાઈવ કરાવ્યું પણ મળવા ન દીધી.
- અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
- જેના પગલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ ત્યાં યુવતી મળી ન હતી.
- અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો.
- ગુમ થયેલી યુવતીનાં પિતાનાં જણાવ્યાં પ્રમાણે, તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાન છે. જે તમામ બેંગલુરુની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને ત્યાંનાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતાં. ચાર મહિનાથી આ બાળકો કે જેમાં ત્રણ સગીર છે અને એક દીકરી 18 વર્ષની છે.
- આ બાળકોને માતા પિતાને જાણ કર્યા વગર જ બેંગ્લોરનાં આશ્રમમાંથી અમદાવાદનાં આશ્રમમાં મોકલી દેવામાં આવ્યાં. જે બાદ બાળકોનાં માતાપિતા અહીં ચાર મહિનાથી ચારવાર અહીં આશ્રમમાં બાળકોને મળવા આવ્યાં પરંતુ આશ્રમે તેમને મળવા દીધા નહીં.
- જેથી તેમણે પોલીસમાં ફરિયાદ કરી તે બાદ માતાપિતાને તેમના ત્રણ સગીર બાળકોને મળવા દીધા પરંતુ જે દીકરી 18 વર્ષની છે તેને મળવા ન દીધી. આ દરમિયાન આ યુવતીનો એક વીડિયો પણ વાયરલ થયો કે જેમાં યુવતી જણાવે છે કે, તેની સાથે આશ્રમમાં શારીરિક અડપલા થયા છે.
- માતાપિતાનો આક્ષેપ છે કે, આ યુવતી અને અન્ય બાળકોને અમને જાણ કર્યા વગર બેંગ્લોરથી અમદાવાદ કઇ રીતે મોકલી શકો. યુવતીનાં પિતાએ તે પણ કહ્યું કે, આ માત્ર સમાચાર નથી આ દરેક પરિવાર ચેતવા જેવો કિસ્સો છે.
- તેમણે જણાવ્યું કે, હું બેંગ્લોરનાં નિત્યાનંદ આશ્રમમાં સ્વયંસેવક રીતે વર્ષોથી કાર કરું છું. તો પણ મારી જાણ બહાર જ મારા બાળકોને આટલી દૂર કઇ રીતે મોકલી શકાય.
- પરિવારનો આક્ષેપ છે કે, દીકરીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઇ ગયા હતા. પરિવારે ચાઇલ્ડ વેલફેરમાં અરજી પણ કરી છે.
- આશ્રમે યુવતીનું FB લાઈવ કરાવ્યું પણ મળવા ન દીધી જો કે ગુમ યુવતીએ ફેસબુક લાઈવ કરી પોતે આશ્રમમાં જ રહેવા માગે છે તેવી કેફીયત રજૂ કર્યા પછી પોલીસે પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કાંઈ થઈ શકે નહીં તેમ કહી મામલાને થાળે પાડ્યો હતો. પરંતુ પરિવારજનોએ યુવતીને મળ્યા વિના નહીં જવાની હઠ પકડી અમદાવાદમાં જ રહેવાનો નિર્ધાર માધ્યમો સમક્ષ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ આશ્રમની જમીન મામલે પણ વિવાદ ઊભો થયો છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમે પણ આશ્રમની મુલાકાત લઈ બાળકોને કરાવાતા અભ્યાસ મામલે તપાસ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.